હવે ઘર બેઠા સાયલન્ટ કે બ્લોક થઇ ગયેલા રાશનકાર્ડનું પણ ઇ-કેવાયસી થઇ શકશે

હાલ રાજકોટ જિલ્લામાં ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે જેને કારણે મામલતદાર કચેરીએ અરજદારોનો ધસારો વધારે જોવા મળે છે ત્યારે હવે અરજદારોને રાશનકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે કચેરી સુધી કે હેલ્પ સેન્ટર સુધી જવાની જરૂર નથી. તેઓ ઘરે બેઠા ઈ-કેવાયસી કરી શકશે તેમજ સાયલન્ટ કે બ્લોક થયેલા કાર્ડનું પણ ઈ-કેવાયસી થઈ શકશે તેમ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.

વધુમાં જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યાનુસાર સૌ પ્રથમ અરજદારે માય રાશન એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તેમાં રાશનકાર્ડ લીંક કરો પછી વિકલ્પ પસંદ કરો એ પછી રાશનકાર્ડ નંબર અને આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા નાખીને રાશનકાર્ડ લીંક કરવાનું રહેશ. માય રાશન એપના હોમ પર ઈ-કેવાયસી પસંદ કરવાથી સ્ક્રિન પર દેખાતા ડાઉનલોડ આધાર ફેસ વિકલ્પ પસંદ કર્યા બાદ તેમાં જે સૂચનાઓ હોય તે ધ્યાનથી વાંચવાની રહેશે અને ચેકબોકસ પસંદ કરીને કાર્ડની વિગતો મેળવો. ટેક્નિકલ પ્રોસેસ કર્યા બાદ રાશનકાર્ડ ઈકેવાયસી થશે. રાશનકાર્ડમાં નોંધાયેલા સભ્યો પૈકી કોઈપણ એક સભ્યના આધારનંબર રાશનકાર્ડ સાથે જોડાયેલો હોવો જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *