રાજકોટનાં સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં કુલ 3,016 બાંધકામોને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3,000થી વધુ જર્જરિત મકાનો અને આવાસોને નોટિસ પાઠવવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સંભવિત દુર્ઘટનાઓને ટાળવાનો છે. RMC દ્વારા સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આવેલા આવા ભયગ્રસ્ત બાંધકામોના માલિકોને નોટિસ આપીને તેમને જર્જરિત ભાગો દૂર કરવા અથવા બાંધકામને મજબૂત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, જરૂર પડ્યે અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.

ત્રણેય ઝોનમાં 3000થી વધુ મકાનોને નોટિસ મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં સર્વે કરીને ભયગ્રસ્ત મકાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી મુજબ કુલ 3,016થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેમાં સરકારી ક્વાર્ટર પણ સામેલ છે.

આ નોટિસોમાં લલુડી વોંકળીના આશરે 700 મકાનો અને ગોકુલધામ સહિતની આવાસ યોજનાના ક્વાર્ટરનો પણ સમાવેશ થાય છે. RMCની ટીમો દ્વારા સ્થળ સર્વે કરીને આ નોટિસો આપવામાં આવી છે. ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટર RMC હસ્તક આવતા હોવાથી તેમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. અન્ય તમામ જર્જરિત બાંધકામો ચોમાસા પહેલા ખાલી કરાવવામાં આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *