રાજકોટના સાંઢિયા પુલ પાસે સ્લમ ક્વાર્ટરમાં રહેતા અનિતાબેન પઢિયાર નામના મહિલાએ મહાનગરપાલિકામાં સફાઇ કર્મચારીની ભરતીના જનરલ બોર્ડના ઠરાવમાં રહેલી વિસંગતતા દૂર કરી ફરી વખત ઠરાવ કરવા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને ફરિયાદ કરી હતી અને કમિશને આ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને નોટિસ ઇસ્યૂ કરી 15 દિવસમાં ફરિયાદનું નિરાકરણ લાવી અહેવાલ મોકલી આપવા આદેશ કર્યો છે.
અરજદાર અનિતાબેન પઢિયારે મ્યુનિસિપલ કમિશનર, વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી, સફાઇ કામદાર આયોગને કરેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં સાત વર્ષના આંદોલનો અને રજૂઆત બાદ 532 સફાઇ કામદારોની ભરતી માટે લીલીઝંડી આપવામાં આવી હતી.