રાજુલામાં ખૂનખાર સિંહે પશુનો શિકાર કર્યો

દેશની શાન ગણાતા સિંહો જંગલ છોડી રહેણાક અને ઉદ્યોગ વિસ્તારની આસપાસ લટાર મારી રહ્યા છે. શિકારની શોધમાં માનવ વસાહત વચ્ચે સિંહો આવી જવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહે એક પશુનો શિકાર કર્યો હોય તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રાજુલાના કોવાયા ગામ નજીક આવેલી જીપીપીચી કંપનીના ગેટ પાસે મોડી રાત્રીના સમયે ડાલામથ્થાએ એક પશુને પકડીને તેનો શિકાર કર્યો હતો. આ દરમિયાન આસપાસ એક શ્વાન ભસતો રહ્યો હતો ને સિંહે શિકારનું ગળું પકડી તેને દૂર ખસેડી ગયો હતો.

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. વન્યપ્રાણી સિંહ ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે. ત્યારે રાજુલાના કોવાયા ગામ નજીક એક ખૂંખાર સિંહ આવી ચડ્યો હતો. સિંહે એક પશુનો શિકાર કરી તેને દૂર લઈ જઈ રહ્યો હતો. જે સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થતાં તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ દરમિયાન આસપાસમાં રહેલાં શ્વાન પશુને બચાવવા માટે ભસતા જોવા મળ્યા હતા. જોકે, સિંહ પશુનો શિકાર કરી તેને દૂર લઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *