પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં નોન-વેજ પાર્ટી!

પાકિસ્તાનના શ્રીકરતારપુર સાહિબ ગુરુદ્વારા સંકુલમાં ગઈકાલે રાત્રે એક પાર્ટી થઈ. જેમાં નોન વેજ પણ પીરસવામાં આવ્યું હતું. આ પાર્ટી બાદ પાકિસ્તાનના પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) મુહમ્મદ અબુ બકર આફતાબ કુરેશી વિવાદમાં આવી ગયા છે. આ પાર્ટીનું આયોજન ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબના દર્શન દેવરીથી વીસ ફૂટના અંતરે કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાર્ટી 18 નવેમ્બર રવિવારે રાત્રે 8 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં પાકિસ્તાનના નારોવાલ જિલ્લાના ડીસી મોહમ્મદ શારૂખ, પોલીસ અધિકારીઓ સહિત વિવિધ સમુદાયના 80થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં દારૂ અને માંસનું સેવન ખૂબ જ હતું. અધિકારીઓ પણ દારૂના નશામાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ પાર્ટી બાદ પાકિસ્તાન શીખ સમુદાયમાં ગુસ્સો છે અને તેની સામે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે.

ખાસ વાત એ હતી કે ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના મુખ્ય ગ્રંથી જ્ઞાની ગોવિંદ સિંહ પણ આ પાર્ટીમાં જોડાયા હતા અને લાંબા સમય સુધી પાર્ટીમાં રહ્યા હતા. તેમની હાજરીમાં આ બધું થતાં શીખ સમુદાય આઘાતમાં છે. આટલું જ નહીં આ પાર્ટીમાં કરતારપુર કોરિડોરના એમ્બેસેડર રમેશ સિંહ અરોરા પણ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *