બી-ટાઉન સ્ટાર કપલ ગોવિંદા અને સુનિતા આહુજાના અલગ થવાના સમાચાર હેડલાઇન્સમાં આવ્યા ત્યારે ફિલ્મ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. છેલ્લાં 37 વર્ષથી સુખી લગ્ન જીવનનો આનંદ માણ્યા પછી તેમના અચાનક અલગ થવાના સમાચારે ચાહકોને આઘાત આપ્યો, જોકે હવે તેમની વચ્ચે સમાધાનની ચર્ચા થઈ રહી છે.
ગોવિંદાના મરાઠી અભિનેત્રી સાથેના લગ્નેતર સંબંધોની અફવાઓ વાઇરલ થતાં જ સમાચાર આવ્યા કે સુનિતા આહુજાએ તેમને છૂટાછેડાની નોટિસ મોકલી છે. ગોવિંદાના વકીલે એવો પણ દાવો કર્યો હતો કે સુનિતા આહુજાએ તેમને 6 મહિના પહેલાં છૂટાછેડાની નોટિસ મોકલી હતી અને હવે બંનેએ પોતાના સંબંધોનો ઉકેલ લાવી દીધો છે. આ દરમિયાન સુનિતાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
ગોવિંદાની પત્ની સુનિતા આહુજાનો એક વીડિયો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. વીડિયોમાં તે તેના પતિથી અલગ થવાની અફવાઓને નકારી કાઢતી જોવા મળી હતી. હકીકતમાં ગોવિંદાની પત્ની સુનિતા આહુજા તાજેતરમાં મુંબઈના એક મંદિરમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન તેને જોઈને પાપારાજી પોતાને રોકી શક્યા નહીં અને તેમણે ગોવિંદા સાથેના છૂટાછેડા અને અલગ થવા વિશે પ્રશ્નો પૂછ્યા. પેપ્સે સુનિતાને પૂછ્યું કે- ‘શું તે તેના પતિથી અલગ રહે છે. આ પ્રશ્ન પર સુનિતાએ કહ્યું, ‘જ્યારે ગોવિંદા રાજકારણમાં જોડાયા ત્યારે ઘણા બધા નેતાઓ ઘરે આવતા હતા.’ એ સમયે હું અને ટીના ઘરે રહેતાં હતાં અને શોર્ટ્સ પહેરતાં હતાં. કાર્યકરો અને નેતાઓ સામે આમ ફરવું સારું નહોતું લાગતું, તેથી અમે એક અલગ ફ્લેટ લીધો, જેથી તે એ ફ્લેટમાં તેની મિટિંગો કરી શકે અને અમે બીજા ફ્લેટમાં રહી શકીએ. આ દુનિયામાં મને અને ગોવિંદાને કોઈ અલગ કરી શકશે નહીં, કોઈ માતાનો દીકરો અમને અલગ કરી શકશે નહીં. જો હોય તો તેણે આગળ આવવું જોઈએ. આ સાંભળીને પેપ્સે કહ્યું, બસ આટલું જ. સુનિતાના આ જવાબથી તેના ચાહકો ખુશ થઈ ગયા.