નીતિશ રેડ્ડી સેન્ચુરીથી એક રન દૂર

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ફોલોઓન બચાવ્યું છે. ટીમ ઈન્ડિયા તરફથી નીતિશ રેડ્ડી અને મોહમ્મદ સિરાજ ક્રિઝ પર છે. રેડ્ડીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી.

રવીન્દ્ર જાડેજા 17 રન બનાવીને આઉટ થયો હતો. નાથન લાયને તેને LBW આઉટ કર્યો હતો. રિષભ પંત 28 રન બનાવીને આઉટ થયો હતો. તે સ્કોટ બોલેન્ડની બોલિંગમાં નાથન લાયનના હાથે કેચ આઉટ થયો હતો.

મેલબોર્નમાં ચાલી રહેલી મેચનો શનિવારે ત્રીજો દિવસ છે. ભારતીય ટીમે સવારે 164/5ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. રિષભ પંતે 6 રનના અંગત સ્કોરથી રમવાનું શરૂ કર્યું અને રવીન્દ્ર જાડેજાએ 4 રનથી શરૂઆત કરી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા છે.

મેલબોર્ન ટેસ્ટ માટે બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.

ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *