ચોમાસું સમયથી વહેલું આવી જવાના પોઝિટીવ પરિબળ અને ભારત અને અમેરિકા વચ્ચે જૂન સુધીમાં વચગાળાની ટેરિફ-વેપાર સંધિ થવાના અહેવાલો છતાં વિશ્વને રોજેરોજ અચંબા મુકી દેતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશીયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવાના નિવેદન અને અણધાર્યા આર્થિક પગલાંને લઈ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતાને કારણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ ઘટાડો નોંધાયો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ પર ટેરિફ આતંકથી અમેરિકનો પણ પરેશાન થઈ જતાં અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પને બેફામ ટેરિફ લાગુ કરવાનો કોઈ અધિકાર નહીં હોવાનું જણાવતાં પોઝિટિવ અસર સામે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતા ભારતીય શેરબજારમાં આરંભિક ઉછાળા બાદ બે-તરફી સાંકડી વધઘટે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની રેસીપ્રોકસ ટેરીફની વિરુદ્ધમાં અમેરિકાની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતાં આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં બે તરફી અફડાતફડી બાદ ઉછાળે ઘટાડો જોવા મળ્યો હતો.