એઇમ્સમાં નવજાત શિશુઓની સારવાર માટે હવે એનઆઇસીયુ કાર્યરત

રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં હવે નવજાત બાળકોની સઘન સારવાર માટે મહત્ત્વપૂર્ણ એનઆઇસીયુ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. જે ફોટો થેરાપી, ઓછા વજનવાળા બાળકો માટે કાંગારું મધર કેર અને અદ્યતન રિસુસિટેશન અને મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. રાજકોટ એઇમ્સની ધીમગતિએ ચાલતી કામગીરી વચ્ચે એઇમ્સના એક્ઝિકયુટિવ ડિરેક્ટર પ્રો.જી.ડી.પુરી અને ડેપ્યુટી ડિરેકટર લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપસિંહના માર્ગદર્શન હેઠળ એક પછી એક વિભાગ શરૂ કરવામાં આવી રહ્યા છે.

ગાયનેક વિભાગને સંકલિત શિશુઓની સઘન સારવાર માટે જરૂરી અદ્યતન એનઆઇસીયુ 24 બાય 7 યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. યુનિટના વડા તરીકે તાજેતરમાં જોધપુર એઇમ્સમાંથી તાલીમ મેળવનાર ડી.એમ.નિયોનેટોલિજિસ્ટ ડો.વિમેશ પરમાર સેવા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *