ભાયાવદરમાં નવું જ રિનોવેટેડ બસ સ્ટેન્ડ રખડતા પશુઓનો તબેલો બની ગયું

ભાયાવદરમાં આવેલા બસ સ્ટેન્ડને થોડા સમય પહેલાં જ લાખોના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે અને યોગ્ય જાળવણીના અભાવે આટલા ટૂંકાગાળામાં જ આ બસસ્ટેન્ડ રખડતા પશુઓનો તબેલો બની ગયું છે. જેની ગવાહી આ તસવીર પૂરી પાડી રહ્યું છે.

ભાયાવદરમાં પટેલ સેવા સમાજની બાજુમાં આવેલું બસ સ્ટેન્ડ થોડા મહિના પહેલા સાવ ખંઢેર હાલતમાં આવી ગયું હતું, ત્યારે આ બસ સ્ટેન્ડના નવા રૂપરંગ માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ બસ સ્ટેન્ડનું કામ અંદાજે 2 થી 3 મહિના ચાલ્યું હતું અને નવા કલેવર ધર્યા હતા પણ અત્યારે આ બસ સ્ટેન્ડના રાખરખાવ માટે કોઇ વ્યવસ્થા ન હોવાથી ગંદકીની સાથે તે રખડતા પશુઓનું આશ્રયસ્થાન બની ગયું છે. જેના લીધે વહેલી સવારે અપડાઉન કરતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *