ન્યુઝીલેન્ડના સાંસદે સંસદમાં પોતાનો નિર્વસ્ત્ર ફોટો બતાવ્યો

ન્યુઝીલેન્ડના સાંસદ લૌરા મેકક્લુરે સંસદમાં પોતાનો એક AI-જનરેટેડ નગ્ન ફોટો બતાવ્યો. તેમનો હેતુ લોકોને જણાવવાનો હતો કે આવી નકલી તસવીર બનાવવી કેટલી સરળ છે અને તે કેટલું ખતરનાક હોઈ શકે છે.

લૌરાએ સંસદમાં જણાવ્યું હતું કે તેણે ગુગલ સર્ચ દ્વારા મળેલી વેબસાઇટનો ઉપયોગ કરીને થોડીવારમાં જ પોતાનો ડીપફેક ફોટો બનાવ્યો હતો. તેમણે ડીપફેક અને એઆઈને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવાની માંગ કરી છે.

14 મેના રોજ લૌરાએ આ વાતો કહી હતી, જે હવે વાયરલ થઈ રહી છે. લૌરાએ કહ્યું, “સમસ્યા ટેકનોલોજીમાં નથી, પરંતુ લોકોને હેરાન કરવા માટે તેનો દુરુપયોગ કરવામાં છે. આપણે આનો ઉકેલ શોધવો પડશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *