ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડની મેચનું કાઉન્ટડાઉન શરૂ

ક્રિકેટનો મહાઉત્સવ એટલે કે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. આજે બપોરે 2 વાગ્યે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવાની છે. બપોરે 12 વાગ્યાથી પ્રેક્ષકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. દેશ-વિદેશમાંથી પણ મેચ જોવા માટે લોકો આવી પહોંચ્યા છે. આજે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાવવાની છે ત્યારે ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોકસના ફેન સૌથી વધારે જોવા મળે છે. જ્યારે વિલિયમ્સન ટીમમાંથી બહાર થતા ચાહકો નિરાશ બન્યા છે.
સાબરમતી અને સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનપરથી 50 રુપિયામાં મુસાફરોને પેપર ટિકટ પ્રાપ્ત થશે. આર ટિકિટ દ્વારા મુસાફરો કોઈ પણ સ્ટેશન થી મેટ્રોમાં સફર કરી શકશે. વર્લ્ડ કપ મેચ દરમિયાન સ્માર્ટ કાર્ડ કે મેટ્રો ટિકટ 22 કલાક બાદમાન્ય રહેશે નહીં. વર્લ્ડકપ મેચને કારણે મેટ્રો સ્ટેશન પર વિશેષ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. જેને લઇને SCR દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની ભીડ જેમ-જેમ વચ્ચે સુરક્ષામાં વધારો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *