રવિવારની રજા બાદ સોમવારે ઊઘડતી બજારે યાર્ડમાં કપાસની આવક 600 ક્વિન્ટલ વધી હતી. શનિવારે કપાસની આવક 2400 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી જ્યારે સોમવારે કપાસની આવક 3 હજાર ક્વિન્ટલ થઈ હતી.જ્યારે પડતર મગફળીનો નિકાલ સોમવારે પણ થયો નહોતો. આમ, પડતર મગફળીનો નિકાલ થયા બાદ નવી આવક સ્વીકારવામાં આવશે એમ યાર્ડના સંચાલકોએ જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ જૂના યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં પણ વધારો થયો છે.જ્યારે ગત મહિનાની સરખામણીએ ડુંગળીની આવક ઘટી છે.
સોમવાર કપાસનો ભાવ રૂ.1350થી 1500 સુધી બોલાયો હતો.જ્યારે જાડી મગફળીનો ભાવ રૂપિયા 1240 અને ઝીણી મગફળીનો ભાવ રૂપિયા 1135 બોલાયો હતો.