ભારત કો ખોજો પ્રશ્નમંચમાં ન્યૂ એરા સ્કૂલ પ્રથમ ભારત વિકાસ પરિષદ-નટરાજનગર શાખા

રાજકોટ દ્વારા ગત તા.28/9ના રોજ લેવાયેલ ભારત કો જાનો પ્રશ્નમંચમાં પ્રાથમિક શાળાની 18 ટીમોએ ભાગ લીધેલ હતો. તેમાં ન્યુ એરા અંગ્રેજી મીડીયમના વિદ્યાર્થી સ્નેહીલ મકવાણા અને ઝાલા અર્જુન પ્રથમ નંબરે આવેલ છે. શાળાના શિક્ષિકા બહેન શ્રુતિબેન છત્રારાનું માર્ગદર્શન મળેલ હતું. શાળાના ટ્રસ્ટી અજયભાઈ પટેલ અને પ્રિન્સીપાલ રૂપલબેન દવે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *