રાજકોટ યાર્ડમાં નવા ધાણાની આવક

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખરિફ પાક બાદ હવે મસાલા પાકની પણ આવકો થવા લાગી છે. લાલ મરચા જેવી જણસો આવવા લાગી જજ હતી. હવે નવા ધાણા પણ દેખાવા લાગ્યા છે. આજે રાજકોટ યાર્ડ ખાતે વડાળીથી નવા ધાણાનો બે ગુણી માલ આવ્યો હતો. જેની હરરાજી થતા રૂ.15,408નો ભાવ પડયો હતો. ગઈકાલે ગોંડલ યાર્ડમાં પણ નવા ધાણા ઠલવાયા હતા.

જયાં 35,001 જેટલા ઘણા ઉંચા ભાવ બોલાયા હતા. જોકે, મુર્હુતનાં સોદામાં માલની કવોલિટી વેરીએશન જેવી બાબતો ભાગ ભજવતી હોય છે. જે અંતર્ગત રાજકોટ યાર્ડમાં ઓછો ભાવ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *