નેતન્યાહૂનો દાવો- ઇઝરાયલની ઐતિહાસિક જીત

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસના યુદ્ધ પછી મંગળવારે યુદ્ધવિરામ થયો. બંને દેશોએ આ યુદ્ધમાં પોતાની જીતનો દાવો કર્યો છે.

ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલે ઈરાન સામે ઐતિહાસિક વિજય મેળવ્યો છે, જે પેઢીઓ સુધી યાદ રહેશે. તેમણે કહ્યું- અમે સિંહની જેમ ઉભા થયા અને અમારી ગર્જનાએ તેહરાનને હચમચાવી નાખ્યું.

બીજી તરફ, ઈરાને પણ યુદ્ધવિરામને પોતાની જીત ગણાવી છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે કહ્યું કે દુશ્મનને તેની માંગણીઓ સ્વીકાર્યા વિના હુમલો રોકવા માટે મજબૂર કરવું એ અમારી જીત છે.

ગઈકાલે ઈરાનની રાજધાની તેહરાનમાં પણ વિજય કૂચ કાઢવામાં આવી હતી. મંગળવારે સવારે 3.30 વાગ્યે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌપ્રથમ બંને દેશોમાં યુદ્ધવિરામની માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *