પાડોશીએ પથ્થર, કાચની બોટલના સામસામે છુટા ઘા કર્યા

શહેરમાં રામનાથપરા પોલીસ લાઇન પાસેના નવયુગપરામાં જૂના ઝઘડાના પ્રશ્ને પાડોશી વચ્ચે મારામારી થતા બન્ને પક્ષે સામસામે પથ્થર અને કાચની બોટલના છૂટ્ટા ઘા કરતા બે વ્યકિતને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે સામસામે આઠ શખ્સો સામે ગુનો નોંધી આરાેપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

નવયુગપરામાં રહેતા સંગીતાબેન રવજીભાઇ મુછડિયા (ઉ.વ.25)એ ફરિયાદ કરી હતી જેમા આરોપી તરીકે ભરત ઉર્ફે બાબુ કેશુભાઇ વાઘેલા,નિરંજન કેશુભાઇ વાઘેલા,કિશોર વાઘેલા,રાહુલ વાઘેલાના નામાે આપ્યા હતા. તે કચરો નાખવા ઘરની બહાર નીકળતા નીરંજન ત્યાથી નીકળ્યો હતો અને ગાળો બોલતો હોય જેથી તેના ભાઇને વાત કરી હતી દરમિયાન તેના માસીના પુત્ર જયદીપનો ફોન આવ્યો હતો કે હું કેનાલ રોડ પર ચાની હોટલે હતો ત્યારે નિરંજન અને તેનો ભાઇ ભરત આવી ને મારકુટ કરી હતી જેથી તેને સમજાવવા જતા તેને મારકુટ કરી પથ્થરના ઘા તેમજ સોડા બાેટલના ઘા કરતા તેને ઇજા થઇ હોવાનુ જણાવ્યુ હતું. જયારે સામાપક્ષે ભરતભાઇ કેેશુભાઇ વાઘેલાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે પ્રદીપ,રવજી,પ્રેમજી અને જયદીપ મોહનભાઇ રાઠોડના નામો આપ્યા હતા. એએસઆઇ માઢક સહિતે સામસામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *