શહેરમાં રૈયા રોડ પર વિમાનગરમાં સગીર પર શખ્સોએ પાઇપના ઘા ઝીંકી હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે કાર્યવાહી કરી છે.
રૈયા રોડ પર નેહરુનગરમાં રહેતા અને ઘર પાસે ફૌજી ઢાબા નામે રેસ્ટોરન્ટ ચલાવતા અનિક ઇમરાનભાઇ મામતી (ઉ.17) નામનો તરુણ તેના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા રોનક રફીક શેખએ ફોન કરી વિમાનગરમાં બોલાવી રોનક સહિતના શખ્સોએ પાઇપ વડે હુમલો કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતાં અનિકએ જણાવ્યું હતું કે, રોનક વ્યાજનો ધંધો કરતો હોય અને ચારેક દિવસ પહેલાં અનિક ઘેરથી તેના રેસ્ટોરન્ટે જતો હતો ત્યારે રોનકએ રસ્તામાં ઊભો રાખી કહ્યું હતું કે, તારે વ્યાજે પૈસાની જરૂર હોય તો કહેજે ? જેથી અનિકએ વ્યાજે પૈસા લેવાની ના પાડતા સામાન્ય બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી રોનક અને અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાનું જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.