ફિલ્મ ‘સરદાર જી 3’માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે કામ કરવા બદલ દિલજીત દોસાંઝને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન નસીરુદ્દીન શાહે દિલજીતને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘તેઓ તેમની સાથે ઉભા છે.’ જોકે, હવે તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને એક ક્રિપ્ટિક (રહસ્યમય) પોસ્ટ શેર કરી છે.
નસીરુદ્દીન શાહે તેમના ફેસબુક પેજ પર વૈજ્ઞાનિક અને ફિલોસોફર જ્યોર્જ ક્રિસ્ટોફ લિક્ટનબર્ગનું એક વાક્ય શેર કર્યું. તેમણે લખ્યું, ‘કોઈની દાઢી બાળ્યા વિના ભીડમાં સત્યની મશાલ લઈ જવી લગભગ અશક્ય છે.’
એક યુઝરે લખ્યું, ‘નસીરુદ્દીન શાહ, જો તમારી ‘સત્ય ની મશાલ’ ત્યારે જ બળે છે, જ્યારે તે તમારા વિચારની ખુશામત કરતી હોય અને તમે જે વાતથી અસંમત છો, તેને સરળતાથી બાળી નાખતી હોય, તો ભવિષ્યમાં પોસ્ટ ડિલીટ કરતા પહેલા અને કવિતા સંભળાવતા પહેલા, આ વાત ઉપર વિચાર કરજો. દરેક અભિપ્રાયને પ્લેટફોર્મની જરૂર હોતી નથી, ખાસ કરીને જ્યારે તે પસંદગીની યાદોના કારણે ઝાંખા પ્રકાશમાં હોય. સોશિયલ મીડિયા તમારા જ્ઞાનની રંગભૂમિ વિના પણ બરાબર ચાલી શકે છે.’