ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર આગેવાન નરેશ પટેલનો આજે જન્મદિવસ છે ત્યારે આજે જયેશ રાદડિયા સાથેના કોલ્ડવોર મામલે જણાવ્યું હતું કે, રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, જયેશ રાદડિયા પાટીદાર યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે. રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય અને રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય છે.
રાજકોટના ખોડલધામ ટ્રસ્ટ ખાતે આજે નરેશ પટેલના જન્મદિવસની અનુલક્ષીને 30મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં લેઉવા પાટીદાર સમાજના સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની આજે મહત્ત્વપૂર્ણ બેઠક છે. જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે.
બેઠકમાં સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જયેશ રાદડિયા સાથેના કોલ્ડવોરની ચર્ચા મામલે જણાવ્યું હતું કે, મુદ્દો સવા માસ જૂનો (ઇફ્કો ચૂંટણી) છે. એક પત્રિકા સવા મહિના પછી વાઇરલ થઈ છે. જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સાચી વાત સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજનાં કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. જો કે, પોતે રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે કહ્યું હતું કે, હું રાજકારણમાં નહીં જોડાઉં.