56 ઇંચની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી હવે પહેલાં જેવા રહ્યા નથી, લોકસભામાં સ્પષ્ટ દેખાય છે : રાહુલ

વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. રાહુલે સુરનકોટમાં કહ્યું હતું કે PM મોદીનો આત્મવિશ્વાસ ઘટ્યો છે. આજે વિપક્ષો તેમની પાસેથી જે પણ કરાવવા માગે છે એ પૂર્ણ કરે છે. ભાજપ ભાઈઓને લડાવે છે.

પહેલાં 56 ઇંચની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી હવે પહેલાં જેવા નથી રહ્યા. હું લોકસભામાં તેમની સામે ઊભો છું. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે તેમનો આત્મવિશ્વાસ ગયો. તેઓ કાયદો લાવે છે, અમે તેમની સામે ઊભા છીએ, તેઓ કાયદો પસાર કરાવવામાં સક્ષમ નથી.

સુરનકોટ બાદ રાહુલ શ્રીનગરના શાલટેંગ મતવિસ્તારમાં પણ રેલી કરશે. અહીં તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તારિક હમીદ કારા માટે સમર્થન માગશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે જ સમાપ્ત થઈ રહ્યો છે. 25 સપ્ટેમ્બરે 26 બેઠકો માટે મતદાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *