મીમ્સ કે ટ્રોલથી મારી ઓળખ નક્કી નથી થતી

બિપાશા બાસુને તેના વધતા વજનને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. હવે એક્ટ્રેસે બોડી-શેમિંગ અંગે પોતાનું રિએક્શન આપી ટ્રોલ કરનારાઓની બોલતી બંધ કરી છે. તેણે કહ્યું કે- આવી ખરાબ અને દુઃખદાયક કોમેન્ટથી મારી ઓળખ નક્કી નથી થતી.

બિપાશા બાસુએ વર્ષ 2022માં પુત્રી દેવીને જન્મ આપ્યો હતો. માતા બન્યા પછી, એક્ટ્રેસ તેના વધતા વજનને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આ દરમિયાન, પૂર્વ મિસ ઈન્ડિયા શ્વેતા વિજય નાયરે બિપાશાને સપોર્ટ આપ્યો અને કહ્યું કે- કેવી રીતે એક માતાએ શારીરિક અને ભાવનાત્મક વસ્તુઓને હેન્ડલ કરવી પડે છે. બિપાશાએ પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી.

તેણે કહ્યું કે- ‘તમારા શબ્દો બદલ આભાર. મને આશા છે કે લોકો હંમેશા આટલા નાના અને સંકુચિત મનના ન રહે. તેઓ સમજે છે અને સ્વીકારે છે કે સ્ત્રીઓ દરરોજ ઘણી જવાબદારીઓ નિભાવે છે, તેથી તેમની પ્રશંસા અને આદર થવો જોઈએ. હું ખૂબ જ આત્મવિશ્વાસુ મહિલા છું જેની પાસે સમજદાર, પ્રેમાળ જીવનસાથી અને પરિવાર છે.”

મીમ્સ અને ટ્રોલ મારી ઓળખ નક્કી કરી શકતાં નથી અથવા તે બનાવી શક્યા નથી. પરંતુ આ બધું સમાજના મહિલાઓ પ્રત્યેના વિચારનું ખૂબ જ ચિંતાજનક પાસું દર્શાવે છે. જો મારી જગ્યાએ બીજી કોઈ મહિલા હોત, તો તે આટલા બધા નફરત અને કટાક્ષથી ખૂબ જ દુઃખી અને માનસિક રીતે તૂટી ગઈ હોત. જો આપણો અવાજ મજબૂત બને અને ઓછામાં ઓછું મહિલાઓ એકબીજાને સમજે અને એકબીજાની કદર કરે, તો મહિલાઓ આગળ વધતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *