તાજેતરમાં આવેલી વેબ સીરીઝ ‘રાણા નાયડૂ 2’માં એક્ટર અર્જુન રામપાલનું પાત્ર ‘રૌફ’ ગ્રે શેડ ધરાવે છે. ‘રાણા નાયડૂ’ સિરીઝનું ડિરેક્શન કરણ અંશુમન અને સુપર્ણ વર્માએ કર્યું છે. સીરીઝનો પહેલો ભાગ 10 માર્ચ 2023ના રોજ રિલીઝ થયો હતો. જ્યારે ‘રાણા નાયડૂ 2’ 13 જૂન 2025થી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
ત્યારે અર્જુન રામપાલે જણાવતા કહ્યું હતું કે, આ ભૂમિકા માર્ટિન સ્કોર્સીસ (અમેરિકન ફિલ્મમેકર)ની ફિલ્મોના ગેંગસ્ટર જેવી છે. વાતચીત દરમિયાન અર્જુને જણાવ્યું કે તે કેવી રીતે ટાઇપકાસ્ટ થવાનું ટાળે છે અને હંમેશા દર્શકોને સરપ્રાઇઝ કરવાનું પસંદ કરે છે.
આજકાલ મોટાભાગની ફિલ્મો મલ્ટી-સ્ટારર હોય છે. સોલો હીરોવાળી ફિલ્મો હવે ભાગ્યે જ બને છે, સિવાય કે મારી ફિલ્મ ‘ડેડી’ જેવી બાયોપિક હોય. હું હંમેશા પાત્રને પ્રાથમિકતા આપું છું. 90ના દાયકા જેવી ફિલ્મો હવે બનતી નથી, કારણ કે દર્શકો અને વાર્તાઓ બંને બદલાઈ ગયા છે.
મેં ‘રાણા નાયડૂ’ની પહેલી સીઝન જોઈ અને મને તે ખૂબ ગમી, ખાસ કરીને તેના ગ્રે શેડ વાળા જટિલ પાત્રો. રાણા અને તેના પિતા વચ્ચેની પ્રતિસ્પર્ધા મને ખૂબ જ રસપ્રદ લાગી. જ્યારે પ્રોડ્યૂસર સુંદર મારી પાસે સીઝન 2માં વિલનની ભૂમિકા ભજવવાની ઓફર લઈને આવ્યા, ત્યારે હું ડિરેક્ટર કરણ અંશુમનને મળ્યો અને તેમનું વિઝન સમજ્યું. સૌથી મોટો પડકાર સીઝન 2ને પાછલી સીઝન કરતા વધુ સારી બનાવવાનો હતો, જે હંમેશા મુશ્કેલ હોય છે.