મસ્કે કહ્યું- આમ જ ચાલતું રહ્યું તો કાંઈ વધશે નહીં

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે અમેરિકાના દેવા સંકટ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું – યુએસ સરકારની આવકનો 25% ભાગ દેવા પરનું વ્યાજ ભરવામાં જઈ રહ્યો છે.

જો આમ જ ચાલતું રહેશે તો પરિસ્થિતિ એવી બનશે કે સરકાર પાસે ફક્ત વ્યાજ ચૂકવવા માટે પૈસા રહેશે. સામાજિક સુરક્ષા, મેડિકલ, ડિફેન્સ જેવી જરૂરી બાબતો માટે કંઈ વધશે નહીં.

મસ્કે હાલમાં એમ પણ કહ્યું હતું કે ‘વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ’ જેવા ખર્ચ બિલ આ દેવું વધુ વધારી રહ્યા છે.

તેમજ, દર વર્ષે અમેરિકાને 1.2 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 103 લાખ કરોડ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડે છે. આ રકમ રક્ષા વિભાગના 1 ટ્રિલિયન ડોલરના બજેટ કરતાં વધુ છે. મસ્કે સપ્ટેમ્બર 2024માં ઓલ ઇન પોડકાસ્ટમાં પણ આ વાત કહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *