મનપાને 244.14 કરોડના એડવાન્સ કરવેરાની આવક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 મિલકતવેરા તથા પાણીવેરો ભરપાઇ કરવા માટે તા.9-4થી વેરાની વસૂલાત ચાલુ થયેલ છે. તા.27-6 સુધીમાં એટલે કે પોણા ત્રણ માસમાં કુલ 3,43,286 કરદાતા પાસેથી રૂ.244.14 કરોડની વસૂલાત થવા પામેલ છે. જેમાં કુલ 2,53,673 કરદાતા દ્વારા ઓનલાઇન રૂ.160.09 કરોડ તથા 89,613 કરદાતા દ્વારા ચેક તથા રોકડાથી રૂ 84.05 કરોડ રકમ ભરપાઇ થયેલ છે. સદરહુ કુલ વેરામાં રૂ.25.62 કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં બાકી મિલકતવેરા-વસૂલાત સામે વોર્ડ નં-7માં કુલ 22 મિલકતોને સીલ તથા વોર્ડ નં-3 માં કુલ 4 મિલકતને સીલ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાના બાકીદારોને રાહત મળી રહે તે હેતુ થી ‘વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ’ અમલમાં મુકવામાં આવેલ છે. આ સ્કીમ દ્વારા કરદાતાઓને વાર્ષિક ધોરણે ચાર હપ્તાથી જૂનું ચડત + ચાલુ વાર્ષ બાકી વેરો નિયત સમય મર્યાદામાં ભરપાઇ થવાથી મિલકતવેરામાં નવું ચડત થતું વ્યાજ બંધ થાય છે. “વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ”માં તા.27-6 સુધીમાં કુલ 4,019 કરદાતાઓએ આજ સુધીમાં નોંધાયેલ છે. “વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ”ની યોજના તારીખ 31 જુલાઇ સુધી અમલી રહેશે. જ્યારે વેરા વળતર યોજના 30-6 સુધી અમલી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *