મહાનગરપાલિકાના વોર્ડ નં.14ના લલૂડી વોંકળી વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં પૂર આવે છે અને લોકોનું સ્થળાંતર કરવું પડે છે. આ સ્થિતિમાં ચોમાસા પૂર્વે મહાનગરપાલિકાએ ફરી 700થી વધુ પરિવારોને દબાણ દૂર કરવા નોટિસ આપી છે. તેના પગલે દબાણકારોને દોડાદોડી થઇ પડી છે.
રાજકોટના લલૂડી વોંકળી વિસ્તારમાં 3 દાયકાથી વધુ સમયથી રહેતા 150થી વધુ પરિવારને મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે અવરોધરૂપ દબાણો દૂર કરવા તા.27-5ના રોજ નોટિસ આપી છે. આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થાય છે અને ભારે વરસાદમાં આ વિસ્તારમાં રહેતા લોકોને દર વર્ષે સલામત સ્થળે ખસેડવા પડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર ચોમાસે હાલ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તેમાં વોંકળો ઊંડો ઉતાર્યા વગર આરસીસીનું કામ કરતાં નજીવા વરસાદે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ રહ્યો છે.
દબાણકારોને મહાપાલિકાના ધૂળ ખાતા આવાસમાં જગ્યા ફાળવવા કોંગ્રેસની માંગ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ કમિશનરને રજૂઆત કરી છે કે, રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવાસ ખંડેર બની ગયા છે અને વર્ષોથી કોઈને આપવામાં આવ્યા નથી જેમાં લલૂડી વોંકળીની બાજુમાં સોરઠીયાવાડીમાં પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવાસો ધૂળ ખાય છે. અન્ય સ્થળોએ પણ જે આવાસો ખાલી છે તે આવાસોમાં લલૂડી વોંકળીમાં જે દબાણકર્તા અને નોટિસો આપવામાં આવી છે તેના આશિયાના દૂર કરતાં પહેલાં ચોમાસાને ધ્યાને લઈ તમામને પડતર આવાસોમાં સમાવેશ કરવા અમારી માંગ છે. સોરઠિયાવાડી પાસે જે આવાસ લાંબા સમયથી પડતર છે તેમાં 550 જેટલા પરિવારને સમાવેશ કરી શકાય તેમ છે.