રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2023માં 122 ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં આશરે 60,521 જેટલા ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી છે. આગામી તારીખ 4 મેના રવિવારે મનપા દ્વારા અંદાજિત 125 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવનાર છે. કુલ 100 માર્ક્સની પરીક્ષા રહેશે. જે પરીક્ષાનો સમય સવારે 11 કલાકથી 12.30 કલાક સુધીનો રહેશે. આ પરીક્ષા માટેના કોલલેટર મનપાની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે.
જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી તા.4 મેના રવિવારનાં રોજ લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ લેખિત પરિક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે અને MCQ પ્રકારનાં કુલ-100 માર્ક્સની પરીક્ષા રહેશે. જે પરીક્ષાનો સમય સવારે 11.00 કલાકથી 12.30 કલાક સુધીનો રહેશે. આ લેખિત પરીક્ષાના કોલ લેટર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી રિક્રૂટમેન્ટ સેક્શનમાંથી ડાઉનલોડ કરવાનાં રહેશે જે અંગેની જાણ ઉમેદવારોને મોબાઈલ મેસેજ મારફતે પરીક્ષા સમય પહેલા કરવામાં આવશે.