બાંધકામ, દબાણ, આરોગ્યને લગતા પ્રશ્નો રજૂ કરતાં સાંસદ-ધારાસભ્યો

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં શનિવારના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

જેમાં સાંસદ સભ્ય રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ડૉ.દર્શિતાબેન શાહ દ્વારા બાંધકામ, આરોગ્ય, દબાણ સહિતના વિવિધ પ્રશ્નો અંગે કરવામાં આવેલી ફરિયાદોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંસદ સભ્ય અને ધારાસભ્યો માટે ઓનલાઇન પોર્ટલ/ડેશબોર્ડ બનાવ્યું છે, જેમાં તમામ કોઈપણ સ્થળે બેઠા-બેઠા રાજકોટ મહાનગરપાલિકા લગત ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત કરી શકે છે. સાથોસાથ લગત ફોટો પણ અપલોડ કરી શકે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત અંગે થયેલ કામગીરીની વિગતવાર અહેવાલ તેમજ જરૂરી ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે જેથી સંસદ સભ્ય અને ધારાસભ્યોને યોગ્ય જાણકારી મળી રહે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોર્ટલ/ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે જેના થકી કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્ન/રજૂઆતનું મોનિટરિંગ કરી શકાશે અને તેના નિરાકરણ અંગે સ્ટેટસ પણ જાણી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *