તુર્કીની સંસદમાં સાંસદને હાર્ટ એટેક આવ્યો

ભારતીય સમય અનુસાર મંગળવારે મોડી રાત્રે તુર્કીના એક સાંસદ સંસદમાં સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

હાર્ટ એટેક આવતા સાંસદ ઢળી પડ્યા
BBC મુજબ 53 વર્ષીય હસન બિટમેજ સંસદમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું- ઇઝરાયલ ભગવાનના ગુસ્સા અને પ્રકોપથી બચી શકશે નહીં. આટલું કહેતાં જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે.

​​​​​​યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં મંગળવારે મોડી રાત્રે ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ પાસ થયો હતો. ભારતે તેની તરફેણમાં મતદાન કર્યું હતું.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, 193 સભ્યોની યુએનમાં યુએઈ અને સાઉદી અરેબિયા સહિત 153 દેશોએ યુદ્ધવિરામના પક્ષમાં મતદાન કર્યું હતું. અમેરિકા અને ઇઝરાયલ સહિત 10 દેશોએ યુદ્ધવિરામની વિરુદ્ધમાં મતદાન કર્યું. 23 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *