મૂળ મધ્યપ્રદેશની હાલ શહેરમાં રહી મજુરી કામ કરતી 22 વર્ષીય પરિણીતાએ આરોપી તરીકે બબુડી અને રાજ નામના શખસ સામે વતનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પૂર્વે એમપીમાં પતિ સાથે રહેતી હતી ત્યારે તેના માતા-પિતા સુરેન્દ્રનગરમાં રહી ખેતમજુરી કરતા હતા મારે માતા પિતા પાસે જવાનું કહેતા પતિએ ના પાડી હતી જેથી પતિને કીધા વગર મધ્યપ્રદેશથી નીકળી સુરેન્દ્રનગર જવાને બદલે ચોટીલા પહોંચી હતી અને ત્યાંથી રાજકોટ આવી હતી. અહીં બબુડી નામની મહિલા મિત્ર સાથે તેનો પરિચય થયો હતો અને તેના મારફત રાજ નામના યુવકના પરિચયમાં આવી હતી.
રાજ અને પરિણીતા વચ્ચે પ્રેમ સબંધ બંધાતા આરોપી રાજે લગ્નની લાલચ આપી ઢેબર રોડ વિસ્તારમાં આવેલ ભાડાના મકાનમાં અવાર નવાર દુષ્કર્મ આચાર્યું હતું. પરિણીતાએ રાજને લગ્નનું કહેતા તેણે તરછોડી દીધી હતી આખરે કંટાળી ફરી વતનમાં પહોંચી હતી જ્યાં આપવીતી પતિને જણાવતા સમગ્ર મામલે મધ્યપ્રદેશમાં ઝીરો નંબરથી ફરિયાદ રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.