મિશન PM-ABHIM રાજકોટ હેઠળ BSL-3 લેબોરેટરીની સ્થાપના માટે એઇમ્સ હોસ્પિટલ રાજકોટ અને HLL લાઈફ કેર ઇન્ડિયા વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા છે. ગત તારીખ 18 જુલાઈ 2024ના રોજ ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રના પ્રદેશ માટે એક સિમાચિન્હરૂપ વિકાસમાં વધુ એક મેમોરેન્ડમ બાયોસેફ્ટી લેવલ 3 (BSL-3) લેબોરેટરીના નિર્માણ માટે એઇમ્સ રાજકોટ અને PSU કંપની HLL લાઇફકેર લિમિટેડ વચ્ચે સમજૂતી MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ અંદાજે 14 કરોડની અંદાજપત્રીય ફાળવણી સાથે આ સુવિધા 18 મહિનાની અંદર સ્થાપિત કરવામાં આવશે. MOU રાજકોટ એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડો.કર્નલ સી.ડી.એસ કટોચ વતી ડેપ્યુટી ડિરેક્ટર એડમિન કર્નલ પુનીત કુમાર અરોરા અને વિભાગના વડા ડો. કર્નલ અશ્વિની અગ્રવાલે હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે માઇક્રોબાયોલોજીના અને વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL) અને BSL-3 લેબોરેટરીના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) HLL Lifecare Ltd.નું પ્રતિનિધિત્વ કરતા સબરીનાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.