રામવન પાસે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દીવાલ પડતા માતા-પુત્રનાં મોત

શહેરમાં આજી ડેમ પાસેના રામવન પાસેના સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દીવાલ માથે પડતા માતા-પુત્રનાં મોત નીપજતા તેના પરિવારમાં ગમગીની છવાય છે. પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, મહિલા તેના બાળકને સ્તનપાન કરાવતી હતી તે સમયે ટ્રેક્ટર ચાલકે રેતી ઠલવી રહ્યો હતો તે દરમિયાન માતા-પુત્ર પર દિવાલ પડતાં બન્નેના મોત થયા હતા. પોલીસે કોન્ટ્રાક્ટર અને ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાના નવા બનતા શેડના કામ વેળાએ દીવાલ માથે પડતા સીમાબેન સંજયભાઇ (ઉ.21) અને તેના અેક વર્ષના પુત્ર સાર્થકનું ઘટનાસ્થળે જ માેત નીપજ્યું હતું. બનાવને પગલે જાણ થતા 108 તેમજ આજી ડેમ પોલીસ પહોંચી મૃત જાહેર કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ કરી હતી. એએસઆઇ મારવાડિયા સહિતે તપાસ કરતા મૂળ મધ્યપ્રદેશના અને હાલ કેટલાક સમયથી રાજકોટમાં રહેતા અને મજૂરીકામ કરતા પરિવારની સીમાબેન તેના પુત્રને સાથે લઇ કામ કરતા હોય તે દરમિયાન આ બનાવ બન્યાનું તેના પરિવારે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *