સિંહની કાગવદર-બાલાની વાવ નજીક વધુ અવરજવર

રાજુલા જાફરાબાદ પંથકમા સાવજોની મોટી વસતિ છે. અહી અવારનવાર સાવજો હાઇવે ક્રોસ કરતા હોય છે ત્યારે રાત્રીના સમયે વરસતા વરસાદમા સાવજો હાઇવે પર લટાર મારતા જોવા મળ્યાં હતા. અહી સાવજો વારંવાર રસ્તો ક્રોસ કરતા હોય સાવજો માટે જોખમ સમાન છે.

રાજુલા પંથકમા અગાઉ ટ્રેન તેમજ વાહન હડફેટે સાવજો મોતને ભેટયાની ઘટના બની ચુકી છે. અહી મોટી સંખ્યામા સાવજોએ પોતાનુ કાયમી રહેઠાણ બનાવી દીધુ છે.

અહીથી પસાર થતા ભાવનગર સોમનાથ હાઇવે પર અવારનવાર સાવજો આવી ચડે છે અને રસ્તો ક્રોસ કરે છે. ત્યારે જાફરાબાદ તાલુકાના વઢેરા નજીકથી પસાર થતા હાઇવે પર સાવજો આવી ચડયા હતા અને વરસતા વરસાદમા સાવજોએ હાઇવે ક્રોસ કર્યો હતો.

અવારનવાર હાઇવે પર સાવજો આવી ચડતા હોય વાહન હડફેટે મોત થશે તો જવાબદારી કોની ? તેવા સવાલો પણ સિંહ પ્રેમીઓ ઉઠાવી રહ્યાં છે. ભુતકાળમા અનેક વખત વાહન હડફેટે સાવજો મોતને ભેટી ચુકયા છે. વનવિભાગ દ્વારા પણ હાઇવે પર સઘન પેટ્રોલીંગ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *