90 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

​​​​​​​રાજકોટ શહેર એલસીબી ઝોન-2 ની ટીમે મવડી મેઈન રોડ વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાછળ મારૂતિનંદન સોસાયટી શેરી નં-3 બાપા સીતારામ મઢુલી પાસેથી મુકુંદ મહેશભાઈ કવા (ઉ.વ.19) ને દારૂની 1 બોટલ અને 24 નંગ ચપલા સાથે પકડી પાડી રૂ.7480નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં તે અભ્યાસ કરતો હોવાનું અને દારૂ બુટલેગર દિલીપ ગોરધન છનિયારા પાસેથી મેળવ્યાની કબૂલાત આપી હતી. બાદમાં માલવિયાનગર પોલીસે મવડી મેઈન રોડ મારૂતીનંદન નગર શેરી નં-3 માં રહેતો દિલીપ ગોરધનભાઈ છનીયારાના રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 60 બોટલ, ચપલા 156 અને બિયરના ટીન 240 નંગ કબ્જે કરી રૂ. 90,120 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *