રાજકોટ પંચરત્ન પાર્કનાં 500થી વધુ પરિવારો ત્રાહિમામ ડે. કમિશ્નર સાહિતનાને રજૂઆત કરી રસ્તા-પાણીની સમસ્યા ઉકેલવા માંગ

રાજકોટના વોર્ડ-11માં આવેલા પંચરત્ન પાર્ક વિસ્તારમાં કાળઝાળ ગરમી છતાં અપૂરતું પાણી આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. ભારે ગરમી વચ્ચે પૂરતું પાણી નહીં મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈને આજે આ વિસ્તારના લોકો મનપા કચેરીએ દોડી આવ્યા હતા અને ‘પાણી આપો, પાણી આપો’ સહિતના નારા લગાવી ડે. કમિશનર રજૂઆત કરી રસ્તા-પાણીની સમસ્યા ઉકેલવા માંગ કરવામાં આવી હતી.

અમારો વિસ્તાર મનપામાં ભળ્યા બાદ પાણીની સમસ્યા વિકટ બની પંચરત્ન પાર્કમાં રહેતા સૂર્યસેન તથાગતે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં 25 મીટરનાં પ્લોટ્સ આવેલા છે. જે જગદીશન સાહેબ કલેક્ટર હતા તે સમયમાં આપવામાં આવ્યા છે. વર્ષ 1991-92માં આપવામાં આવેલા આ પ્લોટમાં હાલ 500 કરતા વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. અગાઉ આ વિસ્તાર મોટામૌવામાં હતો ત્યારે પાણી સહિતની કોઈ સમસ્યા થતી નહોતી.

જોકે, 2019-20માં અમારો વિસ્તાર મનપામાં ભળ્યા બાદ આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે. મનપા દ્વારા અમારા વિસ્તારમાં પાણીની લાઇન નાખવામાં આવી છે પરંતુ, તે હજુ શરૂ થઈ નહીં હોવાથી ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે.

પાણીનાં ટેન્કર લઈને આવતા કર્મચારીઓ દાદાગીરી કરે છે જોકે, આટલા મોટા વિસ્તારમાં 10,000 લિટરનાં માત્ર બે ટાંકા આપવામાં આવે છે. RMC દ્વારા પાણીના ટાંકા મન પડે ત્યારે ભરવામાં આવે છે, જેના કારણે પાણીની સતત અછત રહે છે. ફક્ત એટલું જ નહીં આ વિસ્તારમાં પાણીનાં ટેન્કર લઈને આવતા કર્મચારીઓ “દાદાગીરી” કરી પાણી આપે છે અને ઘણીવાર મહિલાઓ સાથે અસભ્ય વર્તન પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *