ગોંડલમાં 23થી વધુ તાજીયા યા હુશૈનના નારા સાથે માતમમાં આવ્યા

ગોડલમાં સુન્ની મુસ્લિમ જમાત અને શહીદે કરબલા કમિટી દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાનના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા. 29 આસુરાના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોને અંજલી અર્પણ કરવામાં આવી હતી. 17 જુલાઈએ બપોર બાદ 5:00 વાગ્યે વિશાળ જુલુસ ચોરડી દરવાજાથી પ્રસ્થાન થયું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યો, મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તાજિયામાં વિવિધ આશરે નાના મોટા 23 જેટલા કલાત્મક તાજીયા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. તાજીયા યા હુસેનના નારા સાથે પડમાં આવ્યા હતા. મુસ્લિમો આંસુરાના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોનેને ઇમામ હુસેનને એમના પરિવારજનોને અંજલી અર્પણ કરી હતી. ઈમામ હુશૈન સહિતના 72 જાનીશારોની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચા પાણી, નાસ્તો લચ્છી, શરબતોની શબીલો કરી વિતરણ કરવામાં આવી હતી. તાજીયાના દીદાર કરી મુસ્લિમ અને હિન્દૂ સમાજના લોકોએ માનતાં ઉતારી હતી. માનતામાં લોકો લાલ ગુલાબના ફૂલ, અંતર, શ્રીફળ અને સોના ચાંદીની કોઈ માનેલી વસ્તુઓ માનતામાં ધરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *