કથા શ્રાવકો માટે વિવિધ સ્થળેથી વિના મુલ્યે બસની વ્યવસ્થા. સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડીસેમ્બર પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા : ‘માનસ સદભાવના’ નું આયોજન કરવામાં આવ્યું છે. ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી આ વૈશ્વિક રામકથા ‘માનસ સદભાવના’નું આયોજન થયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.
આ બસ વ્યવસ્થા દ્વારા કથા શ્રાવકો કથા શ્રવણ કરવા માટે રાજકોટનાં વિવિધ સ્થળેથી રેસકોર્ષ(અયોધ્યા નગરી) સુધી પહોચી શકશે અને કથા પૂર્ણ થયા બાદ જે – તે સ્થળે કથા શ્રાવકોને પરત પણ લઇ જવાશે.