લોરેન્સ બિશ્નોઈના ખાસ ગણાતા ગોલ્ડી બરાડને કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. કેનેડામાં રહેતો ગોલ્ડી પંજાબમાં હત્યા, ખંડણી અને હથિયારોની દાણચોરીમાં સામેલ છે. ભારતીય એજન્સીઓ મૂસેવાલા હત્યા કેસ સહિત અનેક ઘટનાઓમાં ગોલ્ડી બરાડને શોધી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે ગેંગસ્ટર ગોલ્ડી બરાડને આતંકવાદી જાહેર કર્યો છે. આ પહેલા કેન્દ્ર સરકાર લખબીર સિંહ લાંડાને આતંકવાદી જાહેર કરી ચૂકી છે. આ બંને કેનેડામાં છુપાયેલા છે. તેઓ પંજાબમાં ખંડણી અને સરહદ પારથી હથિયારો અને ડ્રગ્સની દાણચોરીમાં પણ સામેલ છે. ગોલ્ડી બરાડ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ સહયોગી છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ગોલ્ડી બરાડે સોશિયલ મીડિયા પર જવાબદારી લીધી હતી.
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો આરોપી બરાડ કેનેડામાં છુપાયેલો છે. બરાડ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો છે અને તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને હથિયારોની દાણચોરી સહિત લગભગ 13 કેસ નોંધાયેલા છે. ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં પોલીસે ગોલ્ડી બરાડના ઘર પર દરોડા પાડ્યા હતા. તે જ સમયે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ બરાડ સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાંઓ પર પણ દરોડા પાડ્યા છે.