મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. ભોપાલમાં બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી હતી. મોહન યાદવ ઓબીસી વર્ગમાંથી આવે છે. મધ્યપ્રદેશમાં બે ડેપ્યુટી સીએમ – જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા હશે તેમજ નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે.
ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપવા માટે નિરીક્ષક મનોહર લાલ ખટ્ટર (CM હરિયાણા), ડૉ. કે. લક્ષ્મણ (રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ ઓબીસી મોરચા) અને આશા લાકરા (રાષ્ટ્રીય સચિવ ભાજપ) ભોપાલ પહોંચ્યા હતા. અહીં ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી.
નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે. તેઓ મોરેના જિલ્લાની દિમાની સીટના ધારાસભ્ય છે. બેઠકમાં સુપરવાઈઝર મનોહર લાલ ખટ્ટર (CM હરિયાણા), ડૉ.કે. લક્ષ્મણ (રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ ઓબીસી મોરચા) અને આશા લાકરા (રાષ્ટ્રીય સચિવ ભાજપ) હાજર રહ્યા હતા.
નવા સીએમના નામની જાહેરાત બાદ શિવરાજ સિંહ ચૌહાણ સીએમ પદ પરથી રાજીનામું આપવા માટે રાજભવન જવા રવાના થઈ ગયા છે.