ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. મોહન ચરણ માઝીએ આજે એટલે કે, 12 જૂનને બુધવારના રોજ રાજ્યના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ કનક વર્ધન સિંહદેવ અને પ્રભાતિ પરિદાએ પણ શપથ લીધા હતા.
માઝી કેબિનેટમાં 13 મંત્રીઓ પણ શપથ લઈ રહ્યા છે. તેમાં સુરેશ પૂજારી, રબીનારાયણ નાઈક, નિત્યાનંદ ગોંડ, કૃષ્ણ ચંદ્ર પાત્રા, પૃથ્વીરાજ હરિચંદન, મુકેશ મહાલિંગા, બિભૂતિ ભૂષણ જેના, કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા, ગણેશ રામ સિંહ ખુંટિયા, સૂર્યવંશી સૂરજ, પ્રદીપ બાલસામંતા, ગોકુલા નંદ મલ્લિક અને સંપદ કુમાર સ્વૈનનો સમાવેશ થાય છે.
શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, અમિત શાહ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ, હરિયાણા, ગોવા અને ઉત્તરાખંડના સીએમ પણ હાજર છે.