થાઇલેન્ડમાં વિશ્વનાં સૌથી યુવા પીએમને મળ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. અહીં તેમણે થાઇલેન્ડના પીએમ પિટોંગટાર્ન શિનાવાત્રા સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી.

સૌ પ્રથમ, પીએમ મોદીએ 28 માર્ચે આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓએ ભારત અને થાઇલેન્ડ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો પર ચર્ચા કરી.

તેમણે કહ્યું કે આપણા સદીઓ જૂના સંબંધો આપણા ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો સાથે જોડાયેલા છે. બૌદ્ધ ધર્મના પ્રસારે આપણા લોકોને એકસાથે લાવ્યા છે. રામાયણની વાર્તાઓ થાઈ લોકોના જીવનનો એક અભિન્ન ભાગ છે.

અગાઉ, થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા બાદ, પીએમ મોદી એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોને મળ્યા. આ પછી, થાઈ રામાયણનું મંચન જોયું. અહીં રામાયણને ‘રામકિયન’ કહેવામાં આવે છે.

પીએમ મોદીએ બાદમાં થાઈલેન્ડના પીએમ પૈટોંગટોર્ન શિનાવાત્રા (38) સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તે વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન છે. આ દરમિયાન બંને દેશોના અધિકારીઓએ વેપાર સંબંધો પર ચર્ચા કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *