રાવકીના શ્રમિકનો મોબાઇલ સેરવી લીધો

શહેરમાં ગુનાખોરી અટકાવવા પોલીસના પેટ્રોલિંગ વચ્ચે બેકાબૂ બનેલી રિક્ષા ગેંગે વધુ એક શ્રમિક યુવકનો શિકાર કર્યો હતો. એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી રાવકી જવા માટે રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઇલ સેરવી લઇ આનંદ બંગલા ચોક પાસે ઉતારી રિક્ષાચાલક સહિત બે શખ્સ નાસી ગયાની ફરિયાદ કરતાં માલવિયાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ડાંગ જિલ્લાના લિંગા ગામે અને હાલ લોધિકાના રાવકી ગામે ફોનેક્સ બીજુબ એલએલબી કંપનીમાં મજૂરીકામ કરતો અને કંપનીની ઓરડીમાં રહેતો મેહુલ મોહનસિંગ સૂર્યવંશી અને તેની સાથે રાવકી કામ કરતો મિત્ર નીતિન પવાર તેના વતન ગયા હતા અને ત્યાંથી પરત રાજકોટ એસ.ટી. બસમાં આવી ત્યાંથી રાવકી જવા માટે એક રિક્ષામાં બેઠા હતા તે દરમિયાન થોડે દૂરથી વધુ મુસાફર રિક્ષામાં બેઠો હતો અને આગળ જતા તેને સરખા બેસો મને બેસવામાં તકલીફ પડે છે, કહી રિક્ષાચાલક સાથે વાતચીત કરતો હોય ત્યારબાદ આનંદ બંગલા ચોક પાસે અમને રિક્ષાચાલકે ભાડું લીધા વગર ઉતારી નાસી ગયો હતો. બાદમાં તેને ફોન કરવો હોય ખિસ્સામાં તપાસ કરતા તેનો ફોન ન મળતા અને ફોન કરતા સ્વિચઓફ થઇ ગયો હોય ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *