શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગરમાં રહેતી 17 વર્ષની સગીરા તેના ઘેરથી બે દિવસ પહેલાં કામે જવાનું કહી નીકળ્યા બાદ પરત નહીં આવતા તેના માતા-પિતા સહિતના પરિવારે તેની શોધખોળ કરી હતી, પરંતુ સગીરાનો કોઇ પત્તો નહીં લાગતા પોલીસમાં જાણ કરતાં તાલુકા પોલીસ મથકના જમાદાર નિલેશભાઇ સહિતના સ્ટાફે અજાણ્યા શખ્સો સામે અપહરણ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા બનાવમાં ભારતનગર વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા કારખાનામાં કામ કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.