શહેરમાં કાલાવડ રોડ નજીક સત્ય સાંઇ રોડ પાસેના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની સગીર વયની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાત્રે અપહરણ કરી મેટોડા પાસે લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની સગીરાના પિતાએ ફરિયાદ કરતાં પોલીસે પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.
સગીરાના પિતાએ ફરિયાદમાં આરોપી તરીકે તેના પાડોશમાં રહેતો સંજયનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.13-5ના રોજ રાત્રીના તેની સગીર વયની પુત્રી તેના ઘેરથી લાપતા થઇ જતા શોધખોળ કરી હતી. દરમિયાન સવારે તેની પુત્રી ઘેર આવતા તેની માતાએ વાતચીત કરતાં તેને પાડોશમાં રહેતો સંજય નામના શખ્સે પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી મોટરસાઇકલમાં બેસાડી મેટોડા પાસેના રિસોર્ટના રૂમમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું. પોલીસે સંજયની અટકાયત કરી પૂછતાછ કરતાં તે પરિણીત હોવાનું બહાર આવ્યું છે.