શહેરમાં કોઠારિયા રિંગ રોડ પર ગ્રીનટેક પોલીપ્લાસ્ટમાં રહેતા પરિવારની સગીર પુત્રી ઘેરથી નીકળ્યા બાદ લાપતા થઇ જતા તેના પરિવારે સગીરાની શોધખોળ કરી ફરિયાદ કરતાં આજી ડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધી શંકાસ્પદ શખ્સની શોધખોળ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા રિંગ રોડ પર ગ્રીનટેક પોલીપ્લાસ્ટમાં રહેતા અને ત્યાં મજૂરીકામ કરતાં રામપ્રીત સોમઇ સોનકર નામનો યુવક તેના પરિવાર સાથે રાત્રીના સૂતા હતા તે દરમિયાન મોડી રાત્રીના જાગીને જોતા તેની પુત્રી ઘરમાં ન હોય શોધખોળ કરી હતી, પરંતુ પુત્રીનો કોઇ પત્તો નહીં મળતા તેને ફરિયાદ કરતાં પીએસઆઇ સાખરા સહિતે પૂછતાછ કરતાં ગોંડલ રોડ પર લીલાવતી પાર્ટી પ્લોટ પાસે એક્સેલન પમ્પ એન્ડ મોટર્સમાં કામ કરતો શકદાર છોટુ કુમાર રાજેન્દ્ર પાસવાન પણ ગાયબ હોવાનું જણાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.