કચરો એકઠો કરી આગ લગાવી અગ્નિસ્નાન કરનાર આધેડનું મોત

શહેરમાં કુવાડવા નજીક ખીજડિયા ગામે રહેતા રમેશભાઇ ટપુભાઇ સોલંકી (ઉ.50) તેના ઘેર પાસે કચરો એકઠો કરી તેમાં આગ લગાવી પોતે પણ આગમાં સળગી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાવને પગલે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક આધેડ પાંચ ભાઇ બે બહેનોમાં નાના હતા અને સંતાનમાં બે પુત્ર હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં તેના પરિવારે જણાવ્યું હતું કે, અગાઉ રમેશભાઇ સુતારી કામ કરતા હતા અને ઘણા સમયથી માનસિક બીમાર હોય અને સારવાર પણ ચાલુ હતી અને હાલમાં બીમારીને કારણે કોઇ કામધંધો ન કરતાં હોવાનું તેના પરિવારે જણાવતા આ બનાવ અંગે પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *