અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર સિક્સ લેનનું કામ ચાલી રહ્યું હોય અકસ્માત થંભવાનું નામ ન લેવાતું હોય અને રોજિંદા અકસ્માતના કેસ વધી રહ્યા હોય દરમ્યાન ભુણાવા પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મૂળ પાંચ તલાવડાના અને હાલ ગોંડલ રહેતા આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સિંધાવદરની અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાના પગલે લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા અને તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કોટડા સાંગાણી તાલુકાના પાંચ તલાવડા ગામના અને હાલ ગોંડલ શિવમ સોસાયટીમાં રહેતા રાવતભાઈ ભાણાભાઈ ચાવડા ઉંમર વર્ષ 53 ખાનગી કંપનીમાં નાઈટશીપ પૂરી કરી ગોંડલ આવી રહ્યા હતા ત્યારે ભુણાવા ગામ પાસે પોતાના બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રાવત ભાઈ ની ઉપર ટ્રકના વ્હીલ ફરી વળતા તેમનું કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે તેમની સાથે રહેલા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ રાવતભાઈના પુત્ર ગંભીરસિંહ ચાવડા ઘટના સ્થળે દોડી ગયા હતા અને પિતાના મૃતદેહને જોઈ અવાચક થઈ ગયા હતા અકસ્માતની ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.