અમદાવાદ ફતેહવાડી સરખેજ રોડ ખાતે આવેલી ધી ન્યુ નવરંગ સ્કૂલમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સ્કૂલના ધોરણ 6, 7 અને 8ની વિદ્યાર્થિનીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં અરેબિક મહેંદી, ફ્લોરલ મહેંદી, બ્રાઇડલ મહેંદી, તેમજ પોર્ટ્રેટ મહેંદી તેમજ જુદા જુદા પ્રકારની મહેંદી વિદ્યાર્થિનીઓ દ્વારા દોરવામાં આવી હતી. તેમાં વિદ્યાર્થિનીઓને પ્રથમ અને દ્વિતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. એમ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી(આચાર્ય) ઇરફાનભાઇ અરબે જણાવ્યું હતું.