મેઘાલય ક્રિકેટ એસો.માં તાલીમના નામે રૂપિયા 44 હજારની છેતરપિંડી

શહેરના ત્રણ ક્રિકેટ પ્રેમી તરૂણની ઇન્ટરનેશનલ લેવલે કારકીર્દી બનાવી આપવાની લાલચ આપી ભૂજના શખ્સે પૈસા પડાવ્યા હતા.

મોરબી રોડ પરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મેહુલભાઇ મુકેશભાઇ ધોળકિયા ઉ.વ.38 એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભૂજના પ્રજ્ઞેશ હનુભા બારહટનું નામ આપ્યું હતું.

મેહુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડી કરતા પ્રજ્ઞેશ બારહટની મેઘાલય ક્રિકેટ એસોસિએશનમાં રેફ્રી તરીકે પસંદગી થયાની જાણ થઇ હતી. તેમનો પુત્ર પ્રેમ (ઉ.વ.16) ક્રિકેટ રમતો હોય તેની કારકીર્દી માટે પ્રજ્ઞેશ બારહટને મળ્યા હતા. પ્રજ્ઞેશે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભાગ લેવો હોય તો રૂપિયા 15 હજાર થશે. તેમ કહ્યુ હતું. અને રજિસ્ટ્રેશન પેટે રૂ.14700 લીધા હતા. એ જ રીતે અન્ય બે તરૂણના પિતા પાસેથી પણ પૈસા પડાવ્યા હતા. બાદમાં કોઇ પણ પ્રકારની તાલિમ આપી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *