પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ માટેની પ્રવેશ સમિતિ (ACPUGMEC) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફિલિંગની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો ACPUGMECની મેરિટ યાદીમાં સામેલ છે, તેઓ સરકારી, મેનેજમેન્ટ અને NRI ક્વોટાની બેઠકો માટે પસંદગી ભરી શકશે.
ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસે (ACPUGMEC) એમબીબીએસ અને બીડીએસ કોર્સિસ માટે સેકેન્ડ રાઉન્ડનું ઓનલાઈન ચોઈસ ફિલિંગ શરૂ કર્યું છે.
જે રાઉન્ડમાં સરકારી બેઠકો, મેનેજમેન્ટ બેઠકો અને એનઆરઆઇ બેઠકો માટે લાયક ઉમેદવારો કે જેમના નામ ACPUGMECની મેરિટ લિસ્ટમાં સામેલ છે, તેમણે આગામી 22 સપ્ટેમ્બર 2025 સુધીમાં ચોઈસ ફિલિંગ કરી શકશે.
ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી પસંદગીઓ 22 સપ્ટેમ્બર 2025ના બપોરે 12 વાગ્યે વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ACPUGMEC દ્વારા સૂચના આપવામાં આવી છે કે, ઉમેદવારો www.medadmgujarat.org વેબસાઈટની નિયમિત રીતે જોતા રહે અને તાજેતરની માહિતી જાણી લે તે ખૂબ જ જરૂરી છે.